bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફૂડ વિભાગે પાડયા દરોડા..

રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી છોલે રાઈસ કુલ્ચાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્ય ઘૂઘરા અને સમોસાની ચટણી મળી કુલ 12 કિ.ગ્રા.જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી છે.

  • સ્થળ પર જ કરાયો નાશ

અન્ય ચેકિંગ દરમિયાન એ.જી. ચોક પાસે, ક્રિસ્ટલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ હરિકૃષ્ણ દાળ પકવાનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્ય ભૂંગળા બટેટાનો મસાલો-5 કિ.ગ્રા., ભૂંગળા -2 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. મળી કુલ 09 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

  • વડાપાઉના માવાનો નાશ કરાયો

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી સાઉથ ઇન્ડિયનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મેંદુવડા, દાળવડા-5 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. નો મળી કુલ 07 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી છે.હરસિદ્ધિ વડાપાઉંની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય બટેટાનો મસાલો અને ચટણી મળી ને કુલ 05 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

  • 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી

શિવમ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મસાલો કુલ 04 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સંભારનું સેમ્પલ લેવામાં આવ્યું છે.ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી, તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી.