રાહુલ ગાંધીના ઘોડા વાળા નિવેદન બાદ મહેસાણામાં ભાજપ નેતા નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યું છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાજપ પાસે ફક્ત રેસમાં દોડનાર ઘોડા છે, કોઈના ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો. નોંધનિય છે કે, મહેસાણાના GIDC ટાઉનહોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.
તાજેતરમાં રાહુલ ગાંધીએ અમદાવાદ રાજીવ ભવન ખાતે કાર્યકર્તાઓને સંબોધન સમયે રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડાની વાત કરી હતી. જેને લઈ આજે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. વાસ્તવમાં મહેસાણાના જીઆઇડીસી ટાઉનહોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાહુલ ગાંધીના નિવેદનનો કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, ભાજપમાં ખાલી રેસના ઘોડા જ છે, જો કોઈને નાચવાવાળા ઘોડાની જરૂર હોય ત્યારે કોંગ્રેસના નાચવાવાળા ઘોડાને બોલાવી દેજો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology