bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે પહોંચ્યા બાદ તેમણે અહીં પહિંદ વિધિ કરાવી હતી...

આજે અમદાવાદની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રાનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને શુભારંભ થયો છે. રથયાત્રાની વર્ષો જૂની પરંપરા મુજબ પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા પ્રમાણે મુખ્યમંત્રીએ સોનાની સાવરણી વડે રથના પ્રસ્થાન પહેલા તેમનો માર્ગ સાફ કરવાની વિધિ કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.નગરના રાજા હોય તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. આવામાં મુખ્યમંત્રીને રાજ ગણીને પરંપરા પ્રમાણે તેમના હસ્થે રથના પ્રસ્થાન પહેલા પહિંદ વિધિ કરાવવામાં આવતી હોય છે. આ વર્ષે પણ ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે પહિંદ વિધિ કરાવી હતી. આ પછી તેમણે ખલાસીઓ સાથે મળીને રથનું પ્રસ્થાન પર કરાવ્યું હતું. મહત્વનું છે કે પૂરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા યોજાય છે અને આ પછી બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. અમદાવાદના જગન્નાથ ભગવાનના મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને તેમાં 146 વર્ષથી રથયાત્રા યોજાય છે. રથયાત્રાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ, સ્કંધપુરાણ સહિતના પુરાણોમાં કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે.

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે પહોંચ્યા બાદ તેમણે અહીં પહિંદ વિધિ કરાવી હતી. આ દરમિયાન તેમણે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ પહિંદ વિધિ કરી હતી. આ પહિંદ વિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કરાવ્યો હતો. આ પછી મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે રથને ખેંચીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ રથયાત્રાનો શુભારંભ થયો હતો.