સૌરાષ્ટ્રમાં આનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનામાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 14 ઈંચથી વધુ, પોરબંદરમાં 10 ઈંચ અને કેશોદમાં 8 ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર, આજે (20મી જૂલાઈ) સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે.જેના પગલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, અમરેલી, સુરત, નર્મદા, વલસાડમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.
અતિશય ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્રએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈને ભારે વરસાદમાં અટવાય નહીં તે અન્વયે આ નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 54.58 ટકા, કચ્છમાં 50.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23.03 ટકા વરસાદ નોંધાયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology