bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સ્કૂલોમાં આચાર્યોની ખાલી જગ્યાઓને લઇ મોટા પાયે ભરતી બહાર પડાઇ, જાણો અપ્લાયની અંતિમ તારીખ...

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ મુજબ લાયક ઉમેદવારો 5 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે.

ભરતી પસંદગી સમિતિ એ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-2022માં લેવાયેલ HMATપરીક્ષામાં પાસ થયેલ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/ પર જઈને અરજી કરી શકે છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારો 5 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ પણ આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/પર જોવા મળશે.

જાણીતું છે કે ગયા મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી. આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓની વિગતો એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી.