bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કચ્છ પર કુદરત મહેરબાન! ગુજરાતના કયા ઝોનમાં કેટલો વરસાદ? ઉત્તર ગુજરાત કોરું ભઠ્ઠ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છે, મેહુલિયાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. આ બધા વચ્ચે હમાવન વિભાગ દ્વરા હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. 

જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઇંચ અને તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર, દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 26 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 29 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 33 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સોનગઢ, વ્યારા, વાસંદા, વઘઈ, ડાંગ- આહવા, ધરમપુર મળીને કુલ છ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ઝાલોદ, ચિખલી, ખેરગામ, વલસાડ મળીને કુલ પાંચ તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી, પારડી, દાહોદ, લીમખેડા, જેતપુર પાવી, અને ફતેહપુરા મળીને કુલ છ તાલુકામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો છે.