bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ: હાઈવે પર બેફામ હંકારાતા વાહનોનું ઈલેક્ટ્રોનિક મોનિટરિંગ કરાશે...  

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોટર વ્હીકલ્સ એક્ટના સેક્શન 136એનો અમલ કરવાની સૂચના આપી છે. જેમાં પ્રશાસનને વાહનોની ગતિનું ઈલેક્ટ્રોનિક મોનિટરીંગ કરવાની સત્તા મળે છે. કોર્ટે દિલ્હી, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલ નાડુ, કર્ણાટક અને કેરળને મોટર વ્હીકલ્સ એક્ટના સેક્શન 136એ અને નિયમ 167એના પાલનની જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈવે પર નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આ આદેશ આપવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરી શકાશે નિયમ 167એ હેઠળ સ્પીડ કેમેરા, સીસીટીવી કેમેરા, સ્પીડ ગન્સ, શરીર પર પહેરી શકાય તેવા કેમેરા, ડેશબોર્ડ કેમેરા, ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નીશન, વે ઈન મશીન્સ અને એવા પ્રકારની ટેકનોલોજી સહિત ઈલેક્ટ્રોનિક ઉપકરણો મૂકવા માટેની વિગતવાર જોગવાઈ નિર્ધારીત કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ ઈલેક્ટ્રોનિક ઉપકરણો નેશનલ અને સ્ટેટ હાઈવે પર વઘુ જોખમ હોય અને વઘુ ટ્રાફિક હોય ત્યાં તેમજ નિયમમાં નિર્ધારીત મુજબ 132 શહેરો સહિત દસ લાખથી વઘુ વસતી ધરાવતા મુખ્ય શહેરોના મહત્વના જંકશનો ખાતે મુકવાના રહેશે.  કોર્ટ 11 ડિસેમ્બરે રિપોર્ટ પર વિચાર કરશે અને અન્ય રાજ્ય સરકારોને પણ આવા નિર્દેશ આપશે. મોટર વ્હીકલ્સ એક્ટના સેક્શન 136એની અસરકારક રાષ્ટ્રવ્યાપી બજવણી અને અમલીકરણની પદ્ધતિ માટે કન્સેપ્ટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે