bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, અંબાલાલની ભારેથી અતિભારેની આગાહી...

રાજ્યમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર વધારે રહેશે. મહત્વનું છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઇ મહત્વની જાહેરાત કરી છે. અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જેમાં ખાસ કરી ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર વધારે રહેવાની આગાહી કરી છે.

આ સાથે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે ભાવનગરમાં આવતીકાલ સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જામનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 19 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે.