bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાત માટે આગામી 24 કલાક 'ભારે', દ્વારકામાં રેડ એલર્ટ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ...

હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ આગાહી મુજબ દ્વારકા, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇ લોકોને કામ વગર ઘરની બહાર નિકળવાની મનાઈ કરવામાં આવી છે.

  • ઓરેન્જ એલર્ટ જાહેર

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

  • વરસાદે તબાહી મચાવી

દ્વારકા જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. જેમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે. જેમાં ત્યાંના સ્થાનિકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મેળવવામા મુશ્કેલી પડી રહી છે.