સાબરકાંઠા આ મામલે રાજ્યના ગૃહવિભાગે તાકીદે ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગાંધીનગર ફોરેન્સીક લેબોરેટરીની ટીમને સમગ્ર કેસની તપાસ સોંપી છે. ગુરૂવારે એનઆઈએ સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ સાબરકાંઠામાં વેડાછાવણી ઘટનાને ગંભીરતાથી લઈને ખાતે પહોંચીને તપાસ શરૂ કરી હતી
હાઇલાઇટ્સજયંતીભાઇની પત્ની અને મૃતક જીતુભાઇ એક જ ગામના હતા અને ઘણાં સમયથી પરિચયમાં હતા.જીતુભાઇને મારવા માટે જીલેટીન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટ માટે વપરાય છે તેનો ઉપયોગ કરીને અને ડિટેનેટરનો ઉપયોગ કરીને એક રેડિયો જેવું ડિવાઇસ બનાવ્યુ હતુપ્રાયમરી એફએસએલમાં બ્લાસ્ટમાં એમોનીયમ નાઇટ્રેટની હાજરી જાણવા મળી છે.સાબરકાંઠાઃ વડાલી તાલુકાના વેડછાવણી ગામમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીના પ્રેમીની હત્યા કરવા માટે રેડિયો જેવી ડિવાઇઝ બનાવી હોવાનું સામે આવ્યુ છે. મૃતક પ્રેમી જીતુભાઇ વણઝારા ઘરે આવેલા પાર્સલને ખોલવા જતા સમયે બોંબ બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતુભાઇ અને તેમની 12 વર્ષની દીકરીનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત છે. આ મામલે રાજ્યના ગૃહવિભાગે તાકીદે ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગાંધીનગર ફોરેન્સીક લેબોરેટરીની ટીમને સમગ્ર કેસની તપાસ સોંપી છે. ગુરૂવારે એનઆઈએ સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ સાબરકાંઠામાં વેડાછાવણી ઘટનાને ગંભીરતાથી લઈને ખાતે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, પોલીસની 10 જેટલી ટીમને રીક્ષાચાલકને અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને પાર્સલ આપનાર સ્કૂટરચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી સર્વલન્સ તેમજ ટેકનીકલ તપાસ માટે સક્રિય કરી હતી. આ ઘટનામાં આરોપી પતિ જયંતિ વણજારાની (31 વર્ષ) પોલીસે ધરપકડ કરી લીધી છે.રિક્ષાવાળો પાર્સલની ડિલીવરી કરે છેસાબરકાંઠાના જિલ્લા પોલીસવડા, વિજય પટેલે આ અંગેની માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, વડાલી તાલુકાના વેડછાવણી ગામમાં ગુરૂવારે બપોરે 12.30 કલાકના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થનાની ઘટના સામે આવી છે. જેમા એક રિક્ષાવાળો વ્યક્તિ પાર્સલ ડિલીવર કરે છે. જે બાદ મૃતક જીતુભાઇ વણઝારા (32 વર્ષ) પલ્ગ સોકેટમાં નાંખીને તેની સ્વીચ ચાલુ કરતા બ્લાસ્ટ થાય છે. જેમાં જીતુભાઇ અને તેમની દીકરી (12 વર્ષ)નું મૃત્યુ થાય છે.એક્ટિવા ચાલક આરોપીપ્રાયમરી એફએસએલમાં બ્લાસ્ટમાં એમોનીયમ નાઇટ્રેટની હાજરી જાણવા મળી છે. આ સાથે તેમા જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે. ગુરૂવારે જ ચાર ટીમ બનાવી સીસીટીવી ફૂટેજમાં રિક્ષાવાળાની તપાસ કરવામાં આવી હતી. જેમાં એક્ટિવાવાળો એક વ્યક્તિ રિક્ષાચાલકને પાર્સલ આપતો દેખાય છે. જે બાદ એક્ટિવાને ટ્રેક કરતા તેનો માલિક જયંતીભાઇ વણઝારા હોવાનું માલુમ પડ્યુ હતુ.પતિએ કબૂલ્યો ગુનોવિજય પટેલે વધુમાં જણાવ્યુ છે કે, આ એક્ટિવા માલિક જયંતીભાઇ પૂછપરછમાં ભાંગી પડે છે અને હકીકત વર્ણવે છે. તે જણાવે છે કે, જયંતીભાઇની પત્ની અને મૃતક જીતુભાઇ એક જ ગામના હતા અને ઘણાં સમયથી પરિચયમાં હતા. એટલે જીતુભાઇને મારવા માટે જીલેટીન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટ માટે વપરાય છે તેનો ઉપયોગ કરીને અને ડિટેનેટરનો ઉપયોગ કરીને એક રેડિયો જેવું ડિવાઇસ બનાવ્યુ હતુ. આ ડિવાઇઝ બહારથી રેડિયો જેવું લાગે છે અને તેમાં આરોપીએ જીલેટીન સ્ટીક પ્લેસ કરી તેની પર ડિટેનેટર લગાવ્યું અને તેના વાયર બહાર રાખ્યા હતા. આ ડિવાઇઝ એવું બનાવ્યુ કે બહારથી કોઇને પણ રેડિયો લાગે. જેથી તેનો પ્લગ સોકેટમાં નાંખ્યું કે તરત જ બ્લાસ્ટ થયો હતોઆ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ ધરાવતા લોકોને મળતું હોય છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે, આ વ્યક્તિ કોઇ રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો હતો. આરોપીએ જેની પાસેથી જીલેટીન સ્ટીક અને ડિટોનેટર મેળવ્યુ છે તેની પાસેથી આ રેડિયો જેવું ડિવાઇઝ બનાવવાનું સામાન્ય જ્ઞાન મેળવ્યુ હતુ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology