bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત..  

ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. મકાન ધરાશાયી થતા જ કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત થયા છે.

ત્રણેય લોકોને બચાવવા 6 કલાકથી વધુ સમય રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતુ.રેસ્ક્યૂ માટે NDRFની ટીમ પણ બોલાવાઈ હતી. સ્થાનિક તંત્ર, ફાયર વિભાગની ટીમ પણ રેસ્ક્યૂ કામગીરીમાં લાગી હતી. જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.