bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ: ધોરાજીમાં કાર ભાદર ડેમમાં ખાબકી, ચારનાં મોત...

ધોરાજી નજીક આજે સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ કે, આજે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલ એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ચાલકે કાર પર કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે
 
ધોરાજી નજીક બ્રિજની પાળી તોડી કાર નીચે ખાબકતા ચાર વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ ભાદર-2 નદીના પુલ ઉપર પસાર થઈ રહેલ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે. આ તરફ કાર બ્રિજની પાળી તોડી નીચે નદીમાં ખાબકી હતી. આ દર્દનાક ઘટનામાં એક પુરુષ અને ત્રણ મહિલાનું મોત થયું છે. આ તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.