ભાવનગરનાં સિહોર-ઘાઘળી રોડ પર આવેલી GIDCમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ને એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે મળતી જાણકારી અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયાં હતા. જેમને તાત્કાલિક ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેના મોત થયા હતા. જ્યારે એક શ્રમિક હાલ સારવાર હેઠળ છે.
આ બનાવમાં લાલ બહાદુર તિવારી અને હરેન્દ્ર વિકી મનજી નામના મૂળ બિહારના શ્રમિકોના મોત થયા છે. જ્યારે પ્રહલાદ પ્રસાદ નામનાં એક શ્રમિકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ શરુ કરી છે. હજી થોડાક સમય પેહલાં જ અગાઉ જ સિહોરની GIDCની ફેક્ટરીમાં લોખંડને ઓગાળતી વખતે સળગતો લાવા અચાનક બહાર ઉડ્યો હતો. જે દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology