રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. રાજ્ય ભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરૂ થતા ગરમીમાં એકાએક વધારો થશે. આજે 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. 42.5 ડિગ્રી સાથે ડાંગમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં 41.3 ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ ભાવનગરના મહુવાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું.
આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આવતીકાલે તાપમાન 42ડિગ્રી સુધી ગયા બાદ ગુરુવારથી ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. આ પછી 22 એપ્રિલ બાદ ગરમીનું જોર ફરી વધવા લાગશે.
આજે અન્યત્ર જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં વડોદરા, અમરેલી, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, ભુજ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આગામી બુધવાર-ગુરુવારના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હીટ વેવની સ્થિતિ રહેશે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology