bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ખેડૂતો કપાસ પાકનું વાવેતર કરતા પહેલા ગુજરાત સરકારની આ ગાઇડલાઇન જરૂરથી વાંચજો જેથી છેતરાશો નહીં....   

  • રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત તા. 19મી જૂનથી કમોસમી વારસાદ પડી રહ્યો છે. ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકા મુજબ કપાસ પાકના આગોતરુ વાવેતર માટે જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. ખેડૂતોએ બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ,ખાનગી વિક્રેતાઓ અથવા સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદી 
 કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વિક્રેતાઓ,વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.

  • કપાસ પાકના આગોતરા વાવેતરને લઈ  ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

વધુમાં મળતી માહિતી મુજબ બિયારણની ખરીદી કરતાં સમયે ગ્રાહકે હંમેશા વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો ખુબ જ જરૂરી છે. હુજરાત રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. 

  • અમાન્ય બિયારણની ખરીદવું નહીં 

 ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા માટે અનુરોધ કારાયો  છે.વધુમાં ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું કે  બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબતો કે બનાવો જો કોઈ ખેડૂત અથવા ગ્રાહકની ધ્યાને આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક સાધવો.