bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

TRP ગેમ ઝોન અગ્નિકાંડ ના આરોપી મનસુખ સાગઠીયાના કેસમા, ઇન્કમટેક્સ અને ED પણ તપાસ કરે તેવી શક્યતા.. 

રાજકોટમાં 27 જણાનો ભોગ લેનારા TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થવા જઇ રહ્યો છે. મનસુખ સાગઠિયાના ભાઇની ઓફિસમાંથી ACBએ 22 કિલો સોનું અને 3 કરોડની રોકડ મળી 18 કરોડથી વધુની મત્તા કબજે કર્યા બાદ હવે આ મામલે ઇન્કમટેક્સ અને EDને જાણ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ અને ED પણ આ ઘટનામાં તપાસ કરે તેવી શક્યતા છે.

  • ACBની તપાસ બાદ ઇન્કમટેક્સ  અને ED પણ તપાસ કરે તેવી શક્યતા

3 કરોડથી વધુની રોકડ અંગે તેણે એવો ખુલાસો કર્યો છે કે આ રકમ પ્રોપર્ટીની લે-વેચ પેટે આવેલી છે. ACBએ સાગઠિયાના બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા છે. જેમાં પ્રોપર્ટીની ખરીદીને લગતાં ટ્રાન્જેક્શનની માહિતી મળી છે. ACBએ સાગઠિયાના કઇ કઇ બેન્કમાં કેટલા લોકરો છે તે અંગે બેન્કો પાસેથી માહિતી મંગાવી છે. ACBએ મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પુછપરછમાં સાગઠિયા ગોળ-ગોળ જવાબો આપી રહ્યાનું ACBના સૂત્રોનું કહેવું છે. સાગઠિયાની કોઇ બેનામી મિલકતો છે કે કેમ તે દિશામાં પણ ACB તપાસ કરી રહી છે. ACBએ અગ્નિકાંડ બાદ તપાસ કરતાં સાગઠિયાની 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. ગઇકાલે તેના ભાઇની ઓફિસમાંથી સોનું અને રોકડ વગેરે મળી 18.18 કરોડની મત્તા મલી આવી હતી. આ સાથે જ હવે અપ્રમાણસર મિલકતનો સત્તાવાર આંક 28 કરોડથી વધુ થઇ ગયો છે.