પંચમહાલના ગોધરા ખાતે પ્રકારમાં આવેલા નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં વડોદરાથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા SOG પોલીસે પરશુરામ રોયની તેના ઓફિસથી ધરપકડ કરી હતી. પરશુરામ રોય, રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક છે. નીટની પરીક્ષા ચોરી કૌભાંડમાં તેમનુ પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ પણ જોડાઈ
ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર CID ક્રાઇમે, ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ વ્યક્તિએ, મિસાઈલ તથા ડ્રોનની ટેકનોલોજીની મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. ઇસ્લામાબાદ અને કરાંચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી હતી. પાકિસ્તાન આર્મીના હેન્ડલરને પણ માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ દ્વારા પહોંચાડતો હતો માહિતી.
ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ સામે જયેશ રાદડિયાએ ઉમેદવારી કરી હતી. જે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે. અત્રે જણાવીએ કે, 180માંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology