bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આખરે રાજકોટમાં વરસાદ આવ્યો, ગઈ સમી સાંજે મેઘરાજા એ તોફાની બેટીંગ કરી...

રાજકોટમાં સમીસાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકયો હતો, લોકોમાં નાસભાગ થવા સાથે વરસાદથી બચવા આશ્રય શોધ્યો હતો જોતજોતમાં રસ્તાઓમાં નદીઓ વહેવા લાગી હતી. શહેરના મોટાભાગમાં વરસાદ વરસ્યો હતો અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાવા લાગ્યા હતા. 

શહેરમાં ગત બપોરે ભારે ઉકળાટ બાદ સાંજે 6:00 વાગ્યે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા એક કલાક દે ધનાધન મેઘરાજા  તૂટી પડતા  શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વેસ્ટ ઝોન વિસ્તારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં સાંજે 6:00 વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોન એટલે કે જુના રાજકોટ વિસ્તારોમાં 11મી.મી, વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટના વિસ્તારોમાં 30 મી.મી તથા સામાકાંઠે ઇસ્ટે ઝોનમાં માત્ર બે મી.મી વરસાદ નોંધાયો છે.