bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટરથી કોન્સ્ટેબલે લગાવી મોતની છલાંગ.....  

રાજકોટમાં વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બિલ્ડિંગના 10માં માળેથી મોતની છલાંગ લગાવી. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બી બ્લોકમાં 10માં માળેથી છલાંગ લગાવી કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગર (ઉં.વ.23) નામના યુવાને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ આસપાસના લોકો તેમજ પોલીસ પરિવારના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે આજે કરેલા આપઘાતના બનાવ અંગે પરિવારજનો પણ કોઈ ચોક્કસ કારણ જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, 23 વર્ષીય આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હાલ પોલીસ પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, લોક રક્ષક તરીકે ફરજ બજાવતાં ભાર્ગવભાઈ બોરીસાગરનું દોઢેક મહિના પહેલા જ જેતપુરથી રાજકોટ બદલી થઈ હતી. સાથે જ મૃતકના પાંચે5 મહિના પહેલા જ લગ્ન થયા હતા.