bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યના HTAT આચાર્યો 12 વર્ષ જૂની માંગ લઇને ગાંધીનગરમાં ઉપવાસ પર ઉતર્યા...  

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના પ્રાથમિક વિભાગના HTAT આચાર્યો પોતાની બાર વર્ષોની માંગણી મુદ્દે એકઠા થયા છે. આ લોકો દ્વારા ગાંધીનગર મામલતદાર પાસે ગતરોજ આંદોલનની પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ માંગણી ના મળતા તેઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની બાજુમાં રહેલા મેદાનમાં આમરણાંત ઉપવાસ ઉતરીને આંદોલનનું રણશિંગૂ ફૂંક્યું છે. શિક્ષકો કહેવું છે કે જ્યાં સુધી કોઇ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે. 

સમગ્ર રાજ્યમાં 7000 જેટલા HTAT આચાર્યો છે જેઓ સરકાર તરફથી તેમના બદલીના પ્રશ્નો અને અન્ય પ્રશ્નો મુદ્દે સરકાર પાસે પરિપત્રની માંગણી કરી રહ્યા છે. આ અગાઉ તેમની સરકાર સાથે ચાર વખત બેઠક થઈ હોવા છતાં સમાધાન કે સુલેહ ના થતા આ લોકોએ આંદોલન ચાલુ રાખેલ છે. ગાંધીનગરમાં હાલ 400 જેટલા HTAT આચાર્યો એકઠા થયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગાંધીનગર આંદોલનમાં આવેલા HTAT શિક્ષક અમીબેન રબારીએ જણાવ્યું હતું કે, "અમે રુલ્સ અને રેગુલેશન વિના કામ કરી રહ્યા છીએ. અમને 4200 નો ગ્રેડ પે પગાર આપવામાં આવે છે જે 4400 છે. અમે HTAT કામ કરીએ છીએ પરંતુ અન્ય લાભો નથી. કામનું ભારણ હોવા છતાં અમને બદલી કરી આપવામાં આવતી  નથી અને અમે દૂર કામ કરી રહ્યા હોવાથી કેટલાયને કૌટુંબિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે."

HTAT શિક્ષક, કલોલના જીગીષાબેન પ્રજાપતિએ જણાવ્યું કે સરકાર અમને સાંભળતી નથી, પ્રાથમિક શાળામાં 1-8 ક્લાસ હોય છે, પરંતુ કારકુન, કોમ્પ્યુટર શિક્ષક અથવા પટાવાળાની કોઈ સુવિધા નથી.  અમે કામ કરી રહ્યા છીએ,  અમે આચાર્ય છીએ પણ બધાની જેમ કામ કરીએ છીએ છતાં સરકાર અમારી માંગણી પૂરી કરતી નથી.