રાજકોટ લોકસભા બેઠક માટે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 16095 મતથી આગળ ચાલી રહ્યા છે.
દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 16212 આગળ. ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સામે કોંગ્રેસ સામે પ્રભાબેન તાવિયાદ વચ્ચે ચૂંટણીની જંગ
ભાવનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા 44000 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
શરુઆતના વલણમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા હતા, જો કે પ્રથમ રાઉન્ડના અંતે બનાસકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખાબેન આગળ ચાલી રહ્યા છે.
નવસારી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલ 21223 મતથી આગળી છે, કોગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ શરૂઆતી ગણતરીમાં પાછળ ચાલી રહ્યા છે.
જામનગર લોકસભા બેઠક માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા છે.
બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ. બનાસકાંઠામાં જાતિનું સમીકરણ હાર -જીત નક્કી કરી શકે છે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીએ ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ગેનીબેન ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા. બનાસકાંઠા લોકસભા બેઠકમાં 69.62 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology