bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતમાં બની શર્મસાર ઘટના, 52 વર્ષના નરાધમે 7 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ...

સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે,જેમાં 52 વર્ષના આધેડે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરતા લીંબાયત પોલીસે આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી છે,માતાને બાળકીએ આપવીતી જણાવતા માતા-પિતાએ પોલીસને વાત કરી અને પોલીસે ફરિયાદ નોંધી આરોપીને દબોચ્યો હતો.

  • બાળકીએ માતાને જણાવી આપવીતી

સમગ્ર ઘટનાને લઈ બાળકી અચાનક રડતા-રડતા તેની માતા સાથે આવે છે અને તેની માતાને તે જણાવે છે કે તેની સાથે શું થયુ,માતાને જણાવતા બાળકીએ કહ્યું કે,એક કાકા કે જે તેને ચોકલેટ આપવાની લાલચે રૂમમાં લઈ ગયા અને તેની સાથે ગંદી હરકતો કરી તે શબ્દો સાંભળતાની સાથે જ માતાના પગ જમીન પરથી સરકી ગયા હતા અને માતા ચૌંધાર આંસુએ રડવા લાગી હતી.માતાએ બાળકીના પિતાને આ ઘટના જણાવતા તેઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને પોલીસે અલગ-અલગ ટેસ્ટ કરી આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

  • મોબાઈલમાં પોર્ન સાઈટ બતાવી

બાળકીને રૂમમાં લઈને પહેલા આરોપીએ ચોકલેટ આપી અને ત્યારબાદ મોબાઈલમાં પોર્ન સાઈટ બતાવી અડપલા શરૂ કર્યા હતા,બાળકી નાની હોવાથી કઈ સમજી ના શકી પણ જયારે તે ઘરે આવી ત્યારે તેણે ભોળા ભાવે તેની માતાને જણાવ્યું કે તેની સાથે શું થયું હતુ.પોલીસે પણ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે.