રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના સતત બીજા દિવસે ધરણા ચાલુ છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ SITમાં નોન કરપ્ટ અધિકારીઓને સામેલ કરવાનું આહવાન કર્યું છે અને યોગ્ય તપાસની માંગણી કરી .જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, 72 કલાકના ધરણાં બાદ પણ ન્યાય માટે અમારી લડત યથાવત રહેશે જિગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા મામલે કહ્યું કે, "ન્યાયની લડતમાં કોંગ્રેસ પાર્ટી અને મંચ પરના બધા નાગરિકો એક ટકો પણ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. આ ઉપવાસનો બીજો દિવસ છે અને હજુ સુધી રાજ્ય સરકાર અને પોલીસનું પાણી હલતું નથી. 10 દિવસથી રાજકોટમાં છું અને આખુ રાજકોટ એકસુરે કહી રહ્યું છે કે, મોરબી કાંડની માફક કે તક્ષશીલા કાંડની જેમ SIT અને પોલીસ કે પ્રશાસનની એક જ કામગીરી છે. છેલ્લે આખા પ્રકરણમાં 'ભાંગરો વાટવો અને કુલડીમાં ગોળ ભાંગવો', તે અમે થવા દેવા માંગતા નથી જિગ્નેશ મેવાણીએ SITમાં અધિકારીઓ બદલવાની વાત પણ કરી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યું, "ન્યાયના વિષયના હિતમાં માંગણી કરીએ છીએ કે નોન કરપ્ટ અધિકારીઓને SITમાં લેવામાં આવે. આ રાજ્ય સરકારમાં પાપ ના હોય તો કેમ નથી લેતા, શું દુ:ખે છે. જ્યા સુધી સચોટ અને નોન કરપ્ટ અધિકારીઓ નહીં આવે ત્યા સુધી ઔપચારિકતા પુરતી નાની માછલીઓને પકડીને મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવશે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology