bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કચ્છના ખાવડા નજીક ભૂકંપનો ઝટકો અનુભવાયો છે.

કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરના સમયે કચ્છ જિલ્લાના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની  તીવ્રતા 3.7 નોંધાઈ છે. વિગતો મુજબ કચ્છના ખાવડાથી 30 કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આજે બપોરે 1 કલાક અને 36 મિનિટે કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ બપોરના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.