રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતનાં પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ રહેશે.
આજે દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રનાં કેટલાક જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રનાં વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, બોટાદમાં આજે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં તા. 17 જુલાઈથી 5 દિવસ છૂટા છવાયો તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology