bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોમાં ત્રાટકશે...

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદ સહિત કચ્છનાં વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.