bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના પૂતળાનું દહન ના  મામલો, પોલીસે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની કરી અટકાયત...  

 

 લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શનિવારના રોજ રાજકોટ શહેરના રેલ નગરમાં આવેલી ક્ષત્રિય સમાજની વાડી પાસે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

 રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્યઃ પદ્મિનીબા વાળા અધ્યક્ષ, મહિલા કરણી સેના
 
આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા કહી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે.  અમે માફી દેવી જરૂરી છે પરંતું અમે માફી નહી સજા જ આપીશું. અને સજાએ છે કે રુપાલાભાઈની 

આ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 435, 143, 149, 188, 120 બી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા પરમાર અને નવલસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરતાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓને પુરુષો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.મજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્રસિંહ રાયજાદા, રાજેન્દ્રસિંહ રાયજાદા, વજેસિંહ રાયજાદા, ખુમાનસિંહ રાયજાદા, વિક્રમસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ રાયજાદા અને મહાવીરસિંહ રાયજાદા સહિતના સાત વ્યક્તિઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 188 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનારા એ. બી. ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામ ખાતે પરસોતમ રૂપાલાની નનામી કાઢી તેમના પૂતળાનું દહન જાહેરમાં કરીને ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે.