bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો કયા ભારે વરસાદ પડશે...

રાજ્યમાં મેઘ જમાવટ યથાવત રહેશે. જેમાં રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેમાં 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. અત્યાર સુધી કુલ 7 ટકા વરસાદ નોંધાયો છે. આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ

સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ છે. તથા રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ 

હવામાન વિભાગ પ્રમાણે હજી આવનારા 5 દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. આવનારા દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેનું જોર થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગ પ્રમાણે આવનારા પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે.