bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હાય ગરમી ! હજુ કેટલા દિવસ આ ધોમધખતી ગરમી કરવાની છે સહન? જાણો તાપમાનનો અપડેટ...    

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સાથે અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે.હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 3 દિવસ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યહ્વત જ રહેશે.

રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે.હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર,જૂનાગઢ, ભાવનગર તેમજ કેટલાક જિલ્લોમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે.તેમજ સંઘ પ્રદેશ દીવ,વડોદરા, છોટાઉદેપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો .

  • ગરમીને લગતા 77 કેસ ઈમરજન્સી 108 માં નોંધાયા

 અમદાવાદમાં ગરમીને લઈ ઈમરજન્સી 108 માં ગરમીને લગતા 77 કેસ પ્રકાશમાં આવ્યા હતા.જેમાં તાવ,પેટમાં દુઃખાવાનાં ,ઝાડા ઉલ્ટીનાં તેમજ ચક્કર આવવાનાં કેસ નોંધાયા હતા.તેમજ એક અઠવાડિયામાં ગરમીને લગતા કુલ 276 કેસ ઈમરજન્સી 108 માં નોંધાયા હતા.