bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 વેરાવળ નજીક ગેરકાયદે ફિશિંગ વહાણ સામે કાર્યવાહી, 6 બોટના લાયસન્સ રદ... 

વેરાવળ નજીક ગેરકાયદે ફિશિંગ કરતી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગે 6 બોટના લાયસન્સ રદ કર્યા છે. સમુદ્રામાં લાઈન અને લાઈટ ફિશિંગ પર પ્રતિબંધ છે છતાં મહારાષ્ટ્રની બોટો દ્વારા ગેરકાયદે ફિશિંગ કરવામાં આવી રહી છે. જેને લઇ માછીમાર સમુદાયે સાંસદને સાથે રાખીને રાજેશ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે.  ગીર સોમનાથના વેરાવળ નજીકના સમુદ્રમાં ગેરકાયદે ફિશિંગ કરતી બોટો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગે 06 ફિશિંગ બોટોના લાયસન્સ રદ્દ કર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જોકે, સમુદ્રમાં લાઇન અને લાઈટ ફિશિંગ પર પ્રતિબંધ છે. આમ છતાં મહારાષ્ટ્ર ની ફિશિંગ બોટો દ્વારા થતી ગેરકાયદે ફિશિંગ સામે ફિશરીઝ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સ્થાનિક માછીમાર સમુદાય દ્વારા સાંસદને સાથે રાખી સરકારમાં રજુઆત કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા આ મામલે કેન્દ્ર સરકારમાં ઉગ્ર રજુઆત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે. કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાંથી ઝડપી પાડેલી બોટોને સમુદ્રમાં પ્રતિબંધ લાઇન અને લાઈટ ફિશિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરપ્રાંતી બોટો પર કાર્યવાહીને લઇ સ્થાનિક માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.