bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

છેલ્લા 24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદ પડ્યો વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો...

રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મુનમૂકીને વરસતા લોકોને કંઈક અંશે ગરમીથી રાહત મળી હતી. ત્યારે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ થયો છે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે, જયારે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચ વરસાદ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પોણો ઈંચ વરસાદ થયો છે તો ભરૂચના અંકલેશ્વરમાં પણ પોણો ઈંચ વરસાદ થયો છે. અહીં પણ વરસાદી માહોલ છવાયો હતો. વલસાડ જિલ્લાના પારડીમાં પોણો ઈંચ વરસાદ થયો છે, તો અમરેલી જિલ્લાના ખાંભામાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ જેવા જિલ્લાઓ તથા અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.