bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ફરી જામશે વરસાદી માહોલ, આજે ગુજરાતભરના જિલ્લાઓમાં આવશે મેઘરાજાની સવારી...   

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપાવમાં આવી છે. એ મુજબ આજે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે, જેમાં ખાસ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દ્વારકા, ભાવનગર અને કચ્છમાં કેટલાક સ્થળોએ આજે વરસાદ પડી શકે છે. આ સિવાય આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત અનેક જીલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.