આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવ મંદિરમાં ભગવાન શિવનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તો બીજી તરફ શિવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથનાં દરિયાકાંઠે આવેલ છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર હોઈ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજુ ઉઠ્યું હતું.
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. મહીસાગર જીલ્લાનાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર લુણાવાડાનું પૌરાણિક લુણેશ્વર તેમજ અખાડા સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવનાં દર્શનાર્થે ઉમટ્યા હતા. પવિત્ર શ્રાવમ માસની શરૂઆત પ્રથમ સોમવારથી થતા શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે પવિત્ર શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે.
72 વર્ષ બાદ શ્રાવણ માસમાં 5 સોમવારનો સંયોગ. આજથી ભોળેનાથને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. છોટા કાશી"ના નામથી પ્રચલિત અને શિવજીની નગરી એવા જામનગરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. જામનગર શહેરના પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. છોટી કાશીનું બિરુદ્ધ જેના થકી જામનગરને પ્રાપ્ત થયું છે. એવા કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી લાગી કતારો લાગી હતી. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ચો તરફથી શિવજીના દર્શન થાય છે. દૂધ, પંચામૃત, જળ, શેરડીનો રસ, નાળીયેલનું પાણી જેવી અલગ-અલગ વસ્તુઓ દ્વારા મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology