જૂનાગઢમાં રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ થઇ છે. જેમાં રાજુ સોલંકી ગેંગની ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ મિલકતની તપાસ થશે. તેમજ રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ થતા ભોગ બનનારની પણ પૂછપરછ કરાશે. તેમાં પોલીસે જણાવ્યું છે કે ડરથી ફરિયાદ ન કરી શક્યા હોય તે જાણ કરે. આવા લોકોની વિગતો ગુપ્ત રખાશે.
રાજુ સોલંકી ગેંગની ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ થતા ગુનાઇત પ્રવૃત્તિથી મેળવેલ મિલકતની તપાસ થશે. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ કરનાર ફરિયાદી સંજય ઉફે ચંદુ રાજુ સોલંકી અને તેના પિતા જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ રાજુ બાવજી સોલંકી અને તેનો દિકરા દેવ રાજુ સોલંકી તેમજ રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉફે જયો બાવજી સોલંકી તેમજ યોગેશ કાળા બગડા નામના પાંચ શખસો સામે પોલીસે ગુજસીટોક અન્વયેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
અટકાયત દરમિયાન પોલીસ મથક ખાતે રાજુ સોલંકીએ કહ્યું કે, તેઓ ગોંડલના પીડિતો છે, અને તેમણે ગોંડલના જયરાજસિંહ સામે લડાઈ શરુ કરી છે, જેના પરિણામે તેના પુત્ર ગણેશ જાડેજાના કેસમાં સમાધાન કરી લેવા મને દરેક પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું હતું, પહેલા પૈસાની ઓફર કરેલી, તેમાય અમે સમાધાનની ના પાડતા પછી મારી ઉપર પાસાની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ.જે જે.પટેલે ફરિયાદી બનીને પાંચ ઈસમો સામે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ્ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરીને ભયનું વાતાવરણ ઉભું કર્યાની ફરિયાદ નોધાવી છે, જેમાં સૌથી વધુ રાજુ સોલંકી સામે 10 ગુન્હાઓ, જયેશ સોલંકી સામે 9 ગુન્હાઓ, દેવ સોલંકી સામે 2 ગુન્હા, યોગેશ બગડા સામે 3 ગુન્હા અને સંજય સોલંકી સામે 6 ગુન્હાઓ છેલ્લા 10 વર્ષમાં પોલીસ દફ્તરે નોધાયેલા છે. જે પાંચ આરોપી પૈકી જયેશ સોલંકી હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોય અન્ય રાજુ સોલંકી સહિતના ચાર આરોપીને પોલીસે રાઉન્ડ અપ કરીને આગળની તપાસ માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતરને સોપવામાં આવી છે.
ગત તા.8 જુલાઈએ વિસાવદરના મોટી મોણપરી ગામમાં દલિત સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં રાજુ સોલંકીએ અને દલિત સમાજના આગેવાનોએ સરકારને 40 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને એવી માંગણી કરી હતી કે, ગણેશ જાડેજા સામે ગુજસીટોક, જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, અને ગીતાબા જાડેજાનું રાજીનામું લેવામાં આવે, અને તેમની માંગણી નહી સ્વિકારાય તો, તા.13 ઓગસ્ટથી દલિત સમાજ દ્વારા જૂનાગઢથી રેલી યોજીને ગાંધીનગર કુચ કરશે અને 15 ઓગસ્ટે સીએમને આવેદન આપશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology