મોરબીની ગોઝારી ઝુલતો પુલ બ્રિજ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પીડિત પરિવારો અને ખાસ કરીને વાલી અથવા માતા કે પિતા ગુમાવનાર બાળકોના ભવિષ્ય માટે અનેક સંવેદનાઓવાળી ટકોર કરી હતી જેંમાં બાળકોના શિક્ષણથી લઇને લગ્ન અને કરિયર સુધીની બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને અંતમાં પીડિતોના પરિવારના વકીલની માગ પર આગામી મુદ્દતે SIT રિપોર્ટ પર સુનાવણી કરવા પણ કહ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટ કમિશનર એશ્વર્યા ગુપ્તાએ મોરબી ખાતે 7 દિવસ પીડિત પરિવારોની મુલાકાત લઇ વન ટુ વન મુલાકાત બાદ હાઇકોર્ટ સમક્ષ 2 ભાગમાં અહેવાલ રજૂ કર્યો હતો. અગાઉની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઇકોર્ટ સુનીતા અગ્રવાલ દ્વારા 2 કોર્ટ મિત્ર સાથે કોર્ટ કમિશનર તરીકે ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરતા કહ્યું હતુ કે, તમે હાઇકોર્ટના આંખ અને કાન છો તમારે પીડિત પરિવારોની મુશ્કેલીઓ અને તેઓ શું ઇચ્છી રહ્યાં છે એ અંગે રૂબરૂ મુલાકાત કરી એક અહેવાલ કોર્ટ સમક્ષ રાખવામાં આવે ત્યારે આજે ઐશ્વર્યા ગુપ્તા દ્વારા 2 ભાગમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તા દ્વારા તમામ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં વાલી અથવા માતા કે પિતા ગુમાવનાર બાળકોની સ્થિતી અને હાઇકોર્ટના નિર્દેશો પર મળી રહેલી મદદ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.કોર્ટ કમિશનરના રિપોર્ટ પર સુનાવણી કરતા હાઇકોર્ટ દ્વારા અનાથ બાળકોના ભવિષ્યને લઇને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાઇકોર્ટે સંવેદનશીલતા સાથે એ વાત ટાંકી હતી કે અનાથ થયેલા બાળકોના શિક્ષણ સાથે તેમના લગ્નની પણ જવાબદારી ઓરેવા કંપનીએ ઉઠાવવી પડશે. કોઇ પણ પિતા માટે તેમની છોકરીઓના લગ્નની જવાબદારી મહત્વની હોય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology