નેપાળી પરિવારની ત્રણ વર્ષની બે દીકરીઓ રવિવારે બપોરે જમ્યા બાદ સાયકલ ચલાવવાનું કહીને ઘરેથી નીકળી હતી. આ બંને દીકરીઓ એક કલાક પછી પણ ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ હાથ ધરી હતી.શહેરમાં ત્રણ- ત્રણ વર્ષની બાળકીઓનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ કિસ્સો તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન છે. શહેરના રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે આ બે માસૂમ બાળકીઓના મોત નીપજ્યા છે.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં નેપાળી પરિવારની બે બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ બે બાળકીઓના બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. આ બે બાળકીઓ ત્રણ વર્ષની હતી જેમના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં આ બંનેના મૃતદેહ સ્વિમિંગ પૂલમાં તરતા દેખાતા 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ ડોક્ટરે દીકરીઓને તપાસતાં બંનેના મોત નીપજ્યાનું જણાવ્યુ હતુ. નોંધનીય છે કે, સ્વિમિંગ પૂલની ચારે બાજુ કાંચથી કવર કરેલો છે. આ સાથે ત્યાં નીચે ઉતરવા માટે એક બારણું પણ બનાવવામાં આવ્યું છે. ત છતાંપણ આ દીકરીઓ અંદર કઇ રીતે ગઇ તે તપાસનો વિષય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology