ગુજરાત રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત છે. જેમાં રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર નોંધાયું છે. તેમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદ 42.0 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગર 41.8 ડિગ્રી,રાજકોટ 41.9 ડિગ્રી તાપમાન રહ્યું હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરતનું અધિકતમ તાપમાન 36.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 29.5 ડિગ્રી છે. હવામાં ભેજનું પ્રમાણ 53 ટકા, હવાનું દબાણ 1005.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના નવ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન ગત દિવસો કરતા તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો નોંધાયો છે. સાથે જ અસહય ગરમી, ઉકળાટ અને ભારે બફારાથી શહેરીજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દરમ્યાન ભારતીય હવામાન વિભાગ દ્વારા અઠવાડિયાના જાહેર થયેલા ફોરકાસ્ટમાં સુરત શહેરના કેટલાક વિસ્તારો સહિત ડાંગ, નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઇ હોવાથી તંત્ર એલર્ટ થઇ ગયુ રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ થયો થઈ ગયો છે. રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી કરી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology