આજે સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો તો, નવસારીમાં સીઆર પાટીલનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો. બંનેને રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તો આજે નવસારીથી ભાજપના સીઆર પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. પરંતું હવે સમાચાર આવ્યા છે કે, સીઆર પાટીલ આજે ફોર્મ નહિ ભરે. કારણ કે, રેલીને કારણે વિજય મુહૂર્ત નીકળી ગયું છે. તેથી પાટીલ હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ નવસારી બેઠકના લોકસભાના ઉમેદવાર છે. સી. આર. પાટીલે નવસારીથી ચોથી વાર સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યાં છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સી. આર. પાટીલે રોડ શો કરી નવસારીના રસ્તાઓ પર ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું. સી. આર. પાટીલની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી અને પ્રભારી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રોડ શોમાં સી. આર. પાટીલને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. 2 કિલોમીટરના રોડ શોમાં 4 સ્વાગત પોઈન્ટ બનાવાયા હતા. રોડ શોના આખા રૂટને ખાસ શણગારવામાં આવ્યો હતા. રોડ શોમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓ ઉમેદવારી સમયે ઉમટી પડ્યા હતા.
સીઆર પાટીલના ભવ્ય રોડ શો વચ્ચે મોટા ખબર આવ્યા કે, 12:39નું વિજય મુહૂર્ત નીકળી જતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીમાં સીઆર પાટીલની જંગી રેલી નીકળી હતી. આ રેલીને કારણે સીઆર પાટીલ કલેક્ટર કચેરી સુધી પહોંચવામાં મોડા પડ્યા હતા. આ કારણ ફોર્મ ભરવાનું 12:39નું વિજય મુહૂર્ત નીકળી ગયું હતું. તેથી હવે પાટીલ આવતીકાલે નવા વિજય મુહૂર્ત પર ફોર્મ ભરશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology