bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

 આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદનું ઝાકમઝોળ, વરસાદી ઝાપટાંના સંકેત....  

હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં જીલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.  હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં ઉત્તર-પૂર્વી જીલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં છૂટો છવાયા અથવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડો.એ.કે.દાસે જણાવ્યું હતું કે, ગુરૂવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ દ્વારા ગત રોજ છોટાઉદેપુરમં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ બંધ થતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જવા પામ્યું હતું. ત્યારે વાતાવરણમાં એકાએક બફારાનું પ્રમાણ પણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.