bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં એકસાથે 134 શિક્ષકોને કરાયા સસ્પેન્ડ, 'ઘેર'હાજર રહેનારા શિક્ષકો વિરૂદ્ધ કરાઇ કાર્યવાહી...  

રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈ સમાચાર સામે આવી રહ્યા હતા. જેમાં અનેક શિક્ષકોને DEOએ નોટિસ પર આપી હતી. જોકે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે.

  • ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. રાજ્યના 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી કરાઈ છે.

  • પોલીસ કેસ પણ કરાયા

આણંદ,કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ કરાયો છે. મહત્વનું છે કે, કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઇ વિદેશ ગયા છે. લાંબા સમયથી રજાઓ પર રહેલા શિક્ષકોને બરતરફ કરાયા છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70 માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ છે.

વિગતો મુજબ નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોઇ વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટિસ પાઠવાઇ છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા સ્વીકારાયા છે. આ સાથે બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70 માંથી 58 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે.