bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શાકમાર્કેટમાં કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે. યાર્ડમાં લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે...

લીંબુ 85 રૂપિયા પ્રતિ કિલો અને આદુ 108 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. આ ભાવ વધારાનું કારણ છે ગરમી.વેપારીઓના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પહેલાના ભાવની સરખામણીમાં આજે રીંગણ, કોબીજ, ટામેટા, ચોળી, મરચા, દૂધી, ભીંડા, કાકડી, કારેલા, કોથમીર, ફૂદીનો, ગાજર, સૂકું લસણ, સુરણ, સરગવો, પરવર, બીટ વગેરેના ભાવમાં 5 રૂપિયાથી લઈને 27 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. હજુ પણ આગામી સમયમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે.ગરમીના લીધે શાકભાજીનું ઉત્પાદન ઘટી જાય છે જેથી ભાવમાં વધારો થાય છે. તેમજ ઇંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે હજુ પણ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ શકે છે.

ગરમીનો પારો વધતાં લીલા શાકભાજી અને સૂકા લસણના ભાવમાં વધારો થયો છે. જેમાં દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં 5 થી 27 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે સૂકા લસણના ભાવ તો આસમાને પહોંચ્યા છે. તથા લીંબુ 85 રૂપિયા પ્રતિ કિલો અને આદુ 108 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. આ ભાવ વધારાનું કારણ છે ગરમી. એક તરફ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. જેના લીધે ઉનાળો કાઢવો લોકો માટે આકરો બની ગયો છે. કારણ કે શાકભાજી, ખાવાનું તેલ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, અનાજ એવી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી બચી જેના ભાવ વધ્યા ન હોય. તેથી લોકોએ ખાવા-પીવાની વસ્તુઓ પર બ્રેક મારવી પડશે.