અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી આપી છે. રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ છે તે થોડો એક્ટિવ થઇ જશે જેના કારણે બીજા અને ત્રીજા દિવસે ભારે વરસાદની શક્યતા છે. તે પહેલા કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં થવાની આગાહી આપવામાં આવી છે.
મૌસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટનાં રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 9 ઓગસ્ટનાં રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદનાં પણ અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટતા લોકોએ ફરી ગરમીનો અનુભવ કર્યો હતો. ત્યારે એકાએક તાપમાનનો પારો વધતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. મંગળવારે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, નલિયા, અમરેલી ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં તાપમાન 31 ડિગ્રી નોંધાવા પામ્યું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology