સિંહ દર્શન માટે વધુ એક સફારી પાર્ક બનશે. જેમાં અમરેલીના ઉના અને દીવ વચ્ચે સફારી પાર્ક બનશે. સફારી પાર્ક પ્રવાસીઓને આકર્ષવા ઉભુ કરાશે. બ્રિડિંગ સેન્ટરમાં 50થી વધુ સિંહનો જન્મ થયો છે તેમાં જુનાગઢ બાદ રાજકોટમાં સિંહ સંવર્ધન કેન્દ્ર ચાલે છે. સિંહોની વસ્તી વધવા સાથે સફારી પાર્ક પ્રવાસીઓને આકર્ષવા ઉભુ કરવામાં આવશે.
લાયન સફારી પાર્કની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે
રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પાછળ લાયન સફારી પાર્કની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જેમાં જુનાગઢ બાદ રાજકોટમાં સફળતા પૂર્વક સિંહ સંવર્ધન કેન્દ્ર ચાલે છે. તેમાં બ્રિડિંગ સેન્ટરમાં 50થી વધુ સિંહનો સફળતાપૂર્વક જન્મ થઈ ચૂક્યો છે. તેમજ અગાઉ ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટના નિર્દેશના પગલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચ્યા બાદ રાજય સરકાર તરફ્થી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ રજૂ કરાઇ હતી.
રેલવે ટ્રેકર્સ અને સેવક તરીકે કર્મચારીઓને પણ તૈનાત કરવા તેમ રેલવે ઓથોરિટીને નિર્દેશ
જે મુજબ, જો કોઇ સિંહનો ટ્રેન સાથે અકસ્માત થશે તો સર્કલ લેવલ કમીટી તરત જ તપાસ હાથ ધરશે અને ઉપરી અધિકારી તરત જ સ્થળ પર જઇ ચીફ્ કન્ઝર્વેશન ફેરેસ્ટ ઓફ્સિરને રિપોર્ટ આપશે. તેમજ ચોવીસ કલાકમાં જ આ કામગીરી થઇ જશે. જે અંગેનો વિસ્તૃત રિપોર્ટ ત્રણ સપ્તાહમાં આપવાનો રહેશે. સરકાર તરફ્થી સિંહોની મુવમેન્ટ પર નજર રાખવા આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ખંડપીઠે સિંહો પર નજર રાખવા સ્થાનિક લોકો ખાસ કરીને લાયન ટ્રેકર્સ અને લોકો પાયલોટને સંયુકત તાલીમ આપવા તેમજ રેલવે ટ્રેકર્સ અને સેવક તરીકે કર્મચારીઓને પણ તૈનાત કરવા તેમ રેલવે ઓથોરિટીને નિર્દેશ કર્યો હતો.
રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર હાઇ લેવલ કમીટીની રચના બાદ તેની બેઠકો પણ મળી હતી અને તેમાં નક્કી થયા મુજબ,નવી SOP ઘડવામાં આવી છે. આ કમિટીમાં વન અને પર્યાવરણ વિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓને સમાવવામાં આવ્યા છે. ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં ટ્રેન અક્સ્માતના કારણે સિંહોનું કોઇપણ સંજોગોમાં મૃત્યુ ના થાય તે પ્રકારની SOP ઘડવામાં આવી છે અને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ વિસ્તારમાં સિંહોની વસ્તી પણ 523 થી વધીને 674 થઇ છે. સિંહોની એકેએક હિલચાલ અંગે વન વિભાગના ફ્લ્ડિ સ્ટાફ્ અને લાયન ટ્રેકર તેમ જ રેલવે વિભાગના અધિકારીઓ એકબીજાના સંકલનમાં રિયલ ટાઇમ વોચ રાખશે. ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાંથી પસાર ટ્રેનની સ્પીડ ઘટાડીને 30 કિ.મી પ્રતિ કલાકની કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology