bs9tvlive@gmail.com

10-April-2025 , Thursday

આખેઆખી શાળા જ નકલી! બે સગીર શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને ભણાવતી હતી...  

રાજકોટ શહેરથી 19 કિલોમીટર દૂર આવેલા પીપળીયા ગામ ખાતે ગત શુક્રવારના રોજ તાલુકા પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર વિમલ ગઢવી અને તેમની ટીમ દ્વારા નકલી શાળા ઝડપી પાડવામાં આવી હતી. 

કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વગર તેમજ માન્યતા વગર છેલ્લા સાત વર્ષથી પીપળીયા ગામ ખાતે ધમધમી રહેલી ગૌરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલને સીલ કરવામાં આવી હતી. તો સાથે જ સમગ્ર મામલે જાણવા જોગ ફરિયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં પણ આવી છે.