ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ ચર્ચામાં આવી ગયેલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ દિલ્હીથી પરત આવતા જ તેમેણે એક મોટો દાવો કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, "ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી"
પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. આગેવાનો પાસે માહિતી છે, આગેવાનો સંવાદ કરી રહ્યા છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહિ, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે. મેં અગાઉ પણ નામ આપ્યા છે અત્યારે પણ નામ આપી શકું છું, પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી. પહેલા પણ મારા વિચારો મીડિયા સમક્ષ વ્યક્ત કરી દીધા છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારી દૃષ્ટિએ હવે હું વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી. ક્ષત્રિય વર્સીસ પાટીદાર કરવાની કોઈ આવશ્યકતા નથી. આવા ઇસ્યુને તમારે પણ એડ્રેસ કરવાની જરૂર નથી. મેં આપને કહી દીધું છે, હવે તેમાંથી પેટા પ્રશ્નો જેટલા ધારવા હોય એટલા ધારી શકાય છે. તમે એરપોર્ટ પર મારુ વેલકમ કર્યું તે માટે તમારો આભાર.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology