bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યાં...          

આણંદમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આણંદનાં બોરસદમાંથી 2 ઈવીએમ મળી આવતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. 2018 ની અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યા હતા. 

બોરસદ શહેરનાં જૂનાં શાક માર્કેટ પાછળ કચરાનાં ઢગલામાંથી ઈવીએમ મશીન મળ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાની જાણ પ્રાંત અધિકારી, પોલીસ સહિત પાલિકાનાં અધિકારીઓને થતા લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઢગલામાંથી મળેલા ઈવીએમ મશીન કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ કચરાનાં ઢગલામાં ચૂંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ હતી.