bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 અમદાવાદમાં SOGએ 3.80 લાખના MD ડ્રગ્સ સાથે આધેડની કરી ધરપકડ...  

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. શહેર SOGની ટીમે નારોલ સર્કલ પાસેથી  MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. SOGની ટીમને મળેલી માહિતીના આધારે નારોલ સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ બહારથી વટવાનાં નાઝીરખાન પઠાણ નામનાં 50 વર્ષીય શખ્સને પકડી તપાસ કરતા તેની પાસેથી 38 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. તેની સામે ગુનો દાખલ કરી 3.80 લાખનું ડ્રગ્સ કબ્જે કરાયું હતું. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે દાણીલીમડાનાં શાહરૂખ કાઝી નામના શખ્સે તેને આ ડ્રગ્સ વેચાણ માટે આપ્યુ હતુ. છેલ્લાં 6 મહિનાથી નાઝીરખાન ફરાર આરોપી પાસેથી ડ્રગ્સ ખરીદીને છુટકમાં વેચાણ કરતો હતો. નાઝીરખાન અગાઉ રાયોટીંગ સહિતનાં એક ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. SOGએ આરોપીની વધુ તપાસ હાથ ધરી ફરાર આરોપીને પકડવા ટીમો કામે લગાડી છે.સરખેજમાંથી ઝડપાયું હતું એક કરોડનું MD ડ્રગ્સ સાત દિવસ પહેલા અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાંથી એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.  એક કિલો MD ડ્ર્ગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુ વાદીની ધરપકડ કરી હતી. ડ્રગ્સ આપનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. ઇકો ગાડીમાં સંતાડીને ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઠાલવવામાં આવ્યો હતો.   અમદાવાદમાં MD ડ્રગ્સનો સૌથી વધુ વપરાશ થાય છે. અમદાવાદમાં સપ્લાય ચેઇનમાં 300થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે જેના દ્વારા દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સહિતના દૂષણને કાબુમાં કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેડલર્સને શોધવા માટે અને આ નેટવર્કને તોડવા માટે તપાસ હાથ ધરી છે.