bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી 4 દિવસ ગુજરાત માટે 'અતિ ભારે', આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર...  

ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોએ બફારાથી કંઈક અંશે રાહત મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

  • ક્યાં જીલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રનાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • યલો એલર્ટ જાહેર

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

  • જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ

જૂનાગઢમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. આજે 8 વાગ્યા સુધીમાં કેશોદમાં 2.5 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ તેમજ મેંદરડા, વંથલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

પાંચ દિવસ ઉત્ત ગુજરાત મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ
બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમી ગતિએ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તા. 22 મી જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.