bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનો ટોપ 100માં સમાવેશ, કેન્દ્રનો રેન્કિંગ રિપોર્ટ જાહેર...  

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્ડિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ) 2024 જાહેર કરવામા આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યા છે. ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે.

  • પ્રથમવાર ગુજરાતની એક પણ કોલેજને રેન્ક નહીં

જ્યારે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિ.ટોપ 100માં નથી. ગુજરાત યુનિ.સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં પણ અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ફેંકાઈ છે. જેમાં ગુજરાત યુનિ. ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિ.કેટેગરીમાં 61થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે. પ્રથમવાર કોલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કોલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી. 

 

  • આ વર્ષે 10,845 સંસ્થાઓએ ભાગ લીધો હતો 

આ વર્ષે 9મો રેન્કિંગ રિપોર્ટ જાહેર કરાયો છે. આ વર્ષે 6517 સંસ્થાઓની 10845 યુનિ.-કોલેજે જુદી જુદી કેટેગરીમાં અરજી કરી હતી. રેન્કિંગમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ કેટેગરીમાં આઈઆઈટી ગાંધીનગર આ વર્ષે 24માં રેન્કથી પાછળ જતા 29માં રેન્ક પર આવી છે. 

જ્યારે રાજ્યની સૌથી મોટી અને જૂની સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિ.પણ રેન્કમાં પાછળ ફેંકાતા 85માં રેન્કમાંથી 94માં રેન્ક પર પહોંચી છે. યુનિ.કેટેગરીમાં ગુજરાત યુનિ. 79માં રેન્ક પર આવી છે. જે ગત વર્ષે 61માં રેન્ક પર હતી. જો કે રાજ્યની તમામ સરકારી -ખાનગી  યુનિ.ઓમાં એક માત્ર ગુજરાત યુનિવર્સિટી જ સતત પાંચમીવાર દેશના ટોપ 100 રેન્કમાં આવી છે. 

  • જીટીયુને માત્ર ફાર્મસીમાં રેન્ક

મહત્વનું છે કે ગત વર્ષે જુનમાં રિપોર્ટ જાહેર થયો હતો અને ત્યારબાદ નવા કુલપતિ આવ્યા હતા ત્યારે હાલના કુલપતિની ટર્મમાં આ પ્રથમ રિપોર્ટ છે ત્યારે એક વર્ષમાં કોઈ પણ મોટો સુધારો કે ફેરફાર થયા નથી કે રિસર્ચ-સ્ટુડન્ટ ફેસિલિટીમાં કોઈ સુધારો ન થતા ગુજરાત યુનિ.માં રેન્કિંગમાં ઉપર આવવાના બદલે પાછળ ફેંકાઈ છે. જ્યારે આ વર્ષે પણ જીટીયુ દેશની ટોપ 100 સંસ્થા કે યુનિ.માં સ્થાન પામી શકી નથી અને માત્ર ફાર્મસીમાં રેન્કિંગથી સંતોષ માનવો પડે છે. જે પણ ટોપ 50માં નથી. જયારે રિસર્ચ-ઇનોવેશનની કેટેગરીમાં પણ ગુજરાતની એક પણ યુનિ. કે સંસ્થા રેન્કિંગમાં આવું નથી.

  • સ્કોર વધ્યો પરંતુ ગુજરાત યુનિ.રેન્કમાં પાછળ ગઈ

મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર ગુજરાતની એક પણ કોલેજને રેન્કિંગમાં સ્થાન મળ્યુ નથી. ગત વર્ષે ગુજરાતની માત્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ દેશની ટોપ-100 કો'લેજમાં રેન્ક મેળવી શકી છે. નવી કેટેગરીમાં ઓપન યુનિ.કેટેગરી, સ્કિલ યુનિ.કેટેગરી અને સ્ટેટ પબ્લિક યુનિ. કેટેગરી ઉમેરાઈ છે. ઓપણ યુનિ.માં ગુજરાત યુનિ., આંબેડકર યુનિ. છે અને ગુજરાતની સ્કિલ યુનિ.હજુ નવી હોવાથી રેન્કિંગમાં નથી. જ્યારે સ્ટેટ પબ્લિક યુનિ.માં દેશની ટોપ 40 યુનિ.ઓમાં ગુજરાત યુનિ. 53.99 સ્કોર સાથે 29માં રેન્કમાં આવી છે.