શહેર પોલીસ ભવનમાં દોડી આવેલી એક મહિલાએ તેના પતિની વિચિત્ર હરકત અંગે મદદ માંગતા પોલીસ કંટ્રોલરૂમે ભરૂચ પોલીસ સાથે સંકલન કરીને તેનો પરિવાર સાથે મેળાપ કરવ્યો હતો.
વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં તાજેતરમાં બનેલો બનાવ પોલીસમાં ચર્ચામાં રહ્યો હતો. જેમાં પોલીસ કંટ્રોલરૂમમાં મદદ માટે દોડી આવેલી એક મહિલાએ તેના પતિને વળગાડ જેવું કાંઇ થઇ ગયું છે અને સતત સ્કૂટર દોડાવ્યા કરે છે...રોકાતા જ નથી અને સવારથી ક્યાંક ચાલ્યા ગયા છે તેમ કહી મદદ માંગી હતી.
પોલીસ કંટ્રોલના કર્મચારીએ પતિનો ફોનથી વારંવાર સંપર્ક કરતાં થોડીવાર બાદ ફોન લીધો હતો. પોલીસે સમજાવટથી કામ લેતાં પતિએ મારામાં જિન છે અને મારું સ્કૂટર રોકાતું નથી, હું શું કરું તેમ કહેતાં પોલીસને પણ આશ્વર્ય થયું હતું.
પોલીસે તેનું લોકેશન લેતાં ભરૂચનું નીકળ્યું હતું.જેથી ભરૂચ પોલીસની મદદ લઇ તેને અટકાવ્યો હતો અને સમજાવી વડોદરા લાવવાની તજવીજ કરતાં પરિવારજનોએ હાશ અનુભવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology